Headlines
Loading...
નિકાસ અને સ્થાનિક માંગ ઓછી રહેતા જીરાના ભાવમાં ઘટાડો

નિકાસ અને સ્થાનિક માંગ ઓછી રહેતા જીરાના ભાવમાં ઘટાડો

 

નિકાસ અને સ્થાનિક માંગ ઓછી રહેતા જીરાના ભાવમાં ઘટાડો

છેલ્લા લગભગ બે મહિનાથી જીરાની નિકાસના વેપાર સાવ ઓછા થઇ રહ્યા છે. આ સાથે હાલ સ્થાનિક લેવલે પણ જીરાની માંગમાં ઘટાડો નોંધાયો છે. આથી જીરાના ભાવમાં ઉંચા સ્તરેથી છેલ્લા એક સપ્તાહ દરમિયાન ઘટાડો જોવા મળી રહ્યો છે. હાજર બજારમાં જીરાના ભાવમાં સરેરાશ રૂ.11 હજારની સપાટી આવી ગઇ છે. બે સપ્તાહ પહેલા જીરામાં પ્રતિ મણ રૂ.12 હજારની સપાટીએ વેપાર થઇ રહ્યો હતો.

ઉંઝા યાર્ડમાં હાલ દૈનિક બેથી ત્રણ હજાર બોરી જીરાની આવક થઇ રહી છે. હવે આગામી દિવસોમાં જીરાની આવક આ સ્તરથી ઘટે છે કે વધે છે એ પરિબળ બજાર ઉપર સૌથી વધુ અસર કરશે. આગામી સિઝનમાં જીરાનું વાવેતર વધવાની પુરી સંભાવના છે. આથી બિયારણની માંગ પણ વત્તા-ઓછા આવશે. જોકે, નિકાસ અને સ્થાનિક માંગ મહત્વના પરિબળ છે. હાલ નિકાસ અને સ્થાનિક માંગ સાવ ઓછી છે.

આજના બજાર ભાવ ઊંઝા માર્કેટયાર્ડ



ઊંઝા માર્કેટયાર્ડના ભાવ અને જીરા માં તેજી મંદી ના રિપોર્ટ જોવા માટે અમારી વેબસાઇટ ની મુલાકાત લેતા રહેજો રોજે રોજ ના ભાવ વોટ્સઅપ પર મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અને તમારા મિત્રો ને પણ ગ્રુપમાં એડ કરો

WhatsApp Group માં જોડવા


Apmc Unjha, જીરાના આજના ભાવ, તલ ના આજના ભાવ, ઈસબગુલ ના આજના ભાવ, ઊંઝા માર્કેટયાર્ડના ભાવ, ઉતર ગુજરાત માર્કેટ યાર્ડ ના ભાવ, મહેસાણા જિલ્લાના ભાવ, તેજી મંદી ના રિપોર્ટ, જીરા ના ભાવ કેવું રહેશે,
ઊંઝા ગંજ બજારના ભાવ આજ ના

0 Comments: